Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પાકિસ્તાનના સૈનિકોએ પંજાબ પ્રાંતના ગામવાસીઓને ધમકાવી વસૂલી કરતા વિરોધ

નવી દિલ્હી: પાકિસ્તાની સૈનિકોએ પંજાબ પ્રાંતના ગામવાસીઓને ધમકાવીને વસૂલી કરી હતી. ગામનાં લોકોએ વિરોધ કર્યો તો પાકિસ્તાની સૈનિકોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી, જેમાં ગામવાસીઓ ઘાયલ થયા હતા. પાકિસ્તાની આર્મી બર્બરતા માટે કુખ્યાત છે. સરહદી ગામડાંઓમાં પાક. લશ્કરના જવાનો અત્યાર કરતા રહે છે. એવો જ કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે. પંજાબ પ્રાંતના નારોવાલ નજીકના ગામમાં પાકિસ્તાની સૈનિકો ઓળખ છુપાવીને વસૂલી કરવા આવ્યા હતા. ગામલોકોએ વિરોધ કર્યો તો પાક. સૈનિકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ગામવાસીઓ ઘાયલ થયા હતા. ઓળખ છુપાવવા માટે પાકિસ્તાની સૈનિકો નંબર વગરની કાર લઈને આવ્યા હતા.

            ગુપ્તચર વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે મામલો તંગ થઈ જતાં સૈન્યના ઉચ્ચ અધિકારીઓએ બચાવમાં આવવું પડયું હતું. સૈન્ય અધિકારીઓ ગામમાં આવ્યા હતા અને પોલીસને સમજાવીને ફરિયાદ દાખલ થતી અટકાવી હતી. પોલીસે ફરિયાદ ન નોંધતા ગામવાસીઓએ મીડિયાનો સંપર્ક કર્યો હતો. મીડિયા આ મુદ્દે પાકિસ્તાની સૈનિકો અંગે અહેવાલો ચલાવે તે પહેલાં પાક.ની નાપાક જાસૂસી એજન્સી આઈએસઆઈએ વચ્ચે પડીને મામલો બહાર આવતો અટકાવ્યો હતો.

(5:59 pm IST)