Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પાકિસ્તાનમાં આ બાળક પોતાના કરતૂતના કારણોસર બન્યો ચર્ચાનું કારણ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ચીનની મદદથી પહેલી મેટ્રો પરિયોજનાનું ઉદ્દઘાટન થઈ ગયું છે. ભીડવાળા શહેર લાહોરમાં બનાવવામાં આવેલા 27 કિલોમીટર લાંબા ઓરેન્જ લાઈન મેટ્રો રૂટ પર જ્યારથી સેવાની શરૂઆત થઈ છે ત્યારથી લોકોને સુવિધાજનક યાતાયાતનો નવું સાધન મળી ગયું છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ મેટ્રોની મજા માણી રહ્યા છે. જણાવી દઈએ કે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર હેઠળ પહેલી પરિવહન પરિયોજનાનું ઉદ્દઘાટન લાહોરમાં કરવામાં આવ્યું છે, ઓરેન્જ લાઈન મેટ્રો ટ્રેનમાં યાત્રાનો અનુભવ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

       ઓવરહેડ લાહોર ઓરેન્જ લાઈન મેટ્રો ટ્રેન પર રોજના 2,50,000 લોકો આવ-જા કરી શકશે. મુખ્યમંત્રી ઉસ્માન બજુદાર અને ચીની અધિકારીઓએ તેનો શુભારંભ કર્યો હતો જેના પછી સામાન્ય જનતા માટે તેને ખોલી દેવામાં આવી હતી. મેટ્રોમાં યાત્રા દરમિયાન ગ્રેબ હેન્ડલનો ઉપયોગ કરી રહેલા એક બાળકનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

(5:58 pm IST)