Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

યુરોપના દેશોમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થતા બીજીવાર લોકડાઉન લગાવી દેવામાં આવ્યું

 નવી દિલ્હી: યુરોપના દેશોમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ત્યાંના દેશોએ બીજીવાર લોકડાઉન શરૂ કર્યા છે તેમાં હવે ગ્રીસનો ઉમેરો થયો છે અહીં સંક્રમણ વધવાને પગલે ગ્રીસે આખા દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે, તો ઇટલીમાં રાત્રી કર્ફયુ લાગુ થયો છે.

              ગ્રીસમાં કોરોનાની બીજી લહેર આવી ગઇ છે, વડાપ્રધાન કયુરિયાકોસ મિતસો તાકીસે રાષ્ટ્રવ્યાપી લોક ડાઉનની પહેરાત કરતા જણાવ્યું હતું કે હાલ બેકાબુ સ્થિતિના કારણે આવો નિર્ણય લેવો પડ્યો છે. જ્યારે અમેરિકામાં ચૂંટણી પૂરી થવાની સ્થિતિમાં કોરોના સંક્રમણનો આંકડો રેકર્ડબ્રેક સ્તરે પહોંચ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં એક લાખથી વધુ સંક્રમણના નવા કેસ બહાર આવ્યા છે. પોલેન્ડમાં પણ કોરોનાના કેસ ઘટયા નથી.

(5:57 pm IST)