Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

શિયાળામાં ગોળ ખાવાના ફાયદા જાણો..

ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં એવા અનેક લાભકારી ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. શિયાળામં ગોળની માંગ વધી જાય છે અને લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે.

શરદીમાં ગોળ ખાવાથી આરોગ્યને થનારા ફાયદા વિશે 

  ગોળ મેગ્નેશિયમનુ સારૂ સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશીયો અને રકત વાહિનીઓને રાહત મળે છે.

  ગોળમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.  જેનથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

૩. ગોળ એનીમિયાથી પીડિત લોકો માટે ફાયદાકારી હોય છે. તેને આયર્નનુ પણ સારુ સ્તોત્ર માનવામાં આવે છે. આ સાથે જ તે શરીરમાં હિમોગ્લોબીન વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

  પેટ સાથે જોડાયેલ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સૌથી સરળ ઉપાય છે.  પેટમાં ગેસ અને પાચન ક્રિયા સાથે જોડાયેલ સમસ્યા પણ ગોળ ખાવાથી દૂર થાય છે.

 શિયાળામાં ગોળ શરદી-તાવમાંથી રાહત અપાવે છે.

 ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને જિસ્ત હોય છે. જે સારા સ્વાસ્થ્યને બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

 ગોળ ગળા અને ફેફડાના ઈંફેકશનને દૂર કરવામાં પણ ફાયદારી હોય છે.

(11:32 am IST)