Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ઉતરી મેક્સિકોમાં હુમલાખોરોનો આતંક: એક ગાડીને આગ લગાવી પરિવારના 9 લોકોની કરપીણ હત્યા

નવી દિલ્હી :ઉત્તરીય મેક્સિકોમાં હુમલાખોરોએ એક પરિવારના 9 લોકોની હત્યા કરી છે. મરનારમાં 3 મહિલા અને 6 બાળકો સામેલ છે. તમામ લોકો મોરમોન સમુદાયના હોવાનું જાણવા મળ્યું છે. તમામ પાસે અમેરિકા અને મેક્સિકો બન્નેની નાગરિકતા હતી. મળતી માહિતી અનુસાર, બંધુકધારીઓએ માતા અને તેના ચાર બાળકોને એક ગાડીમાં મારી નાખ્યા.


                                  આમાં 8 મહિનાના ટ્વીન્સ બાળકો પણ સામેલ છેત્યાર બાદ ગાડીમાં આગ ચાંપી દેવામાં આવી. ત્યાંથી થોડા અંતરે પોલીસને એક અન્ય ગાડી મળી, જેમાં એક માતા અને તેના ત્રણ બાળકોની લાશ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, હુમલા દરમિયાન ઘણાં બાળકો જીવ બચાવીને નીકળી ગયા હોવા જોઈએ. હાલ તો બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તે તમામ ખતરાથી બહાર આવી ગયા છે.

(6:06 pm IST)