Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

જેમ્સ બોન્ડની ફિલ્મ સ્પેકટરમાં વિલને વાપરેલી કાર વેચાવા નીકળીઃ કિંમત અંદાજે ૮.૪ કરોડ રૂપિયા

જેમ્સ બોન્ડની ફિલ્મોમાં માત્ર એનો હીરો જ નહીં, હિરોઇન અને સાઇકો વિલન્સ પણ મોંદ્યીદાટ કારો ફેરવતા જોવા મળે છે. આ ફિલ્મમાં વપરાયેલી હાઈ એન્ડ કાર્સ અનેકવાર વેચાવા મુકાઈ છે જે અવારનવાર કરોડો રૂપિયા રળી લાવી છે. ૨૦૧૫માં આવેલી જેમ્સ બોન્ડની સીરિઝની ૨૪મી ફિલ્મ 'સ્પેકટર'વિલને વાપરેલી જોગ્વાર સી-એકસ ૭૫ મોડલની કાર અબુધાબીમાં યોજાયેલા એક ઓકશનમાં મુકાઈ છે. ૩૦ નવેમ્બરે એની હરાજી થશે જેમાં નિષ્ણાતોના મતે ૧૨ લાખ ડોલર એટલે કે ૮.૪ કરોડ રૂપિયા ઊપજે એવી સંભાવના છે.

(3:39 pm IST)