Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

યુટ્યુબ પર જન્ક ફૂડ ખાવા માટે આ બહેને નોકરી છોડી દીધી

લંડન,તા.૬: લંડનની મહિલા ચર્ના રોલીએ યુટ્યુબ પર જન્ક ફૂડ ખાવાનો વિડિયો મૂકીને ચમકવા માટે એડ્મિન વર્કરની નોકરી છોડી દીધી છે. યુટ્યુબ પર તેણે મેકડોનાલ્ડ્સ, ચાઇનીઝ ફૂડ, ગ્રેગ્સ અને પીત્ઝા હટનાં જન્ક ફૂડ ઝાપટતા વિડિયોમાં ચમકવાની કારકિર્દી માટે ચર્નાએ સારા પગારના ફુલટાઇમ જોબને રામ-રામ કહી દીધા છે. નવા કામમાં બહેને માત્ર ખાવાનું હોય છે. તેને ખાતી જોવા માટે હજારો લોકો ઓનલાઇન બેઠા હોય છે. ચર્નાએ એક બેઠકે સાડાપાંચ હજાર કેલરી ધરાવતો ખોરાક પેટમાં પધરાવવાનો હોય છે અને વિડિયો ૪૦૦૦ જેટલા લોકો જોતા હોય છે.

બાવીસ વર્ષની ચર્ના હાલમાં યુટ્યુબવાળા કામ ઉપરાંત એક ગોદામમાં પાર્ટ ટાઇમ જાબ કરે છે. ધીમે-ધીમે એક બેઠકે ૧૦,૦૦૦ કેલરી આરોગવાની ક્ષમતા કેળવવાની દિશામાં આગળ વધી રહી છે. ચર્નાનું કહેવું છે કે 'હું  સ્થૂળકાય હોવા છતાં આત્મવિશ્વાસ પ્રદર્શિત કરું છું. નવું કામ મને ખૂબ ગમે છે. હું મારી ચેનલને નફો કરાવવા માંડું અને લોકોની ફરમાઇશને પૂર્ણ પ્રતિસાદ આપવા માંડું તો આ મારી ફુલટાઇમ કરીઅર બની શકે.'

(3:38 pm IST)