Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ચીનમાં શ્વાનને લઈને પ્રશાસને બનાવ્યો આ નવો આકરો નિયમ

નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમ ચીનના એક શહેરમાં પ્રશાસને દિવસમાં શ્વાનને બહાર ફેરવવા માટે લઇ જવા સિવાય બગીચા તેમજ શોપિંગ સેંટર અને રમવાની જગ્યા અને સાર્વજનિક જગ્યા પર તેમના પ્રવેશ માટે પ્રતિબંધ લગાવી દીધો છે યુનાન પ્રાંતમાં વેનશાન શહેરમાં 29 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવેલ આ નિયમને દુનિયાનો સૌથી કઠોર નિયમ ગણાવવામાં આવી રહ્યો છે જેમાં કહેવાયું છે કે શ્વાનને સવારે સાત વાગ્યાથી પહેલા અને રાતે દસ વાગ્યા પછી બહાર ફેરવવા માટે લઇ જઈ શકાશે એ પહેલા તેને ઘરમાંથી કાઢી શકાશે નહીં.

(5:34 pm IST)