Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

૬૭૭ ટનનું કાર્ગો શિપ દાંતથી ખેંચ્યું આ દાંતાવર ભાઇએ

મોસ્કો તા.૬: યુક્રેનમાં ટગ ટૂથના હુલામણા નામે જાણીતા લવિવ ઓલેગ નામના ભાઇએ તેમના દાંતમાં કેટલું જોર છે એનો પરચો આપતું કારનામું કર્યું છે. લવિવે ૬૭૭ ટનનું કાર્ગો શિપ માત્ર દાંતની મદદથી બાવન ફુટ જેટલું ખેંચ્યું હતું. યુક્રેનનો આ નેશનલ રેકોર્ડ છે અને સંભવતઃ આ વર્લ્ડ રેકોર્ડ પણ છે, કેમકે ૨૦૦૧માં રશિયાના ઓમર હાનાપિવ નામના ભાઇએ દાંતથી ૬૩૫ ટનનું કાર્ગો શિપ પચાસ ફુટ જેટલું ખેંચ્યાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. અંતર અને વજન બન્ને દ્રષ્ટિએ લવિવ ઓલેગે જૂના રેકોર્ડને સરપાસ કર્યો છે.

(3:35 pm IST)