Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

આ બહેન વર્ષે ૩ લાખ રૂપિયા અન્ડરવેઅર પાછળ ખર્ચે છે

સીડની તા.૬: આમ જોવા જઇએ તો કદાચ જન્મજાત કરોડપતિઓ કપડાં પાછળ આટલો ખર્ચો કરતા હોય તો નવાઇ ન લાગે, પરંતુ જો કોઇ મધ્યમ વર્ગની અને નોકરિયાત મહિલા વર્ષે લાખો રૂપિયા માટે અન્ડરવેઅર માટે જ ખર્ચે તો ચોક્કસ ચોંકાવનારું હોય. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતી ૨૭ વર્ષની એલ હેટફુલ નામની યુવતી આવી જ નોકરિયાત છે અને પોતે અન્ડરવેઅર એડિકટ છે એવું જાતે જ કબૂલે છે. તે અન્ડરવેઅર પાછળ એટલા રૂપિયા ખર્ચી નાખે છે કે તેની પાસે બહારના કપડાં ખરીદવા માટે ભાગ્યે જ થોડાક પૈસા બચે છે. એલીનું કહેવું છે કે અન્ડરવેઅર્સ માટેનું તેનું વળગણ બહુ નાનપણથી જ શરૂ થઇ ગયેલું, પરંતુ જયારથી તે પોતે કમાતી થઇ ત્યારથી તેનું એક જ ધ્યેય રહ્યું છે અવનવી લોન્જરી લેવી. તેનું કહેવું છે કે અન્ડરવેઅર પાછળ આટલો ખર્ચ કર્યા પછી જો એ બીજા લોકો જોઇ ન શકે તો એનોય તેને વાંધો નથી. તે મોટાભાગે એવાં કપડાં પસંદ કરે છે જેથી તેના અન્ડરવેઅરની સ્ટાઇલ લોકો જોઇ શકે. આ જ કારણોસર અનેક વાર તેને ઓફિસમાંથી સભ્ય કપડાં પહેરીને આવવાની ટકોર ખાવી પડે છે. એલીનું કહેવું છે કે તેની અન્ડરવેઅર એકસ્પોઝ કરવાની આદતને કારણે ત્રણ નોકરી પણ ગુમાવવી પડી છે. એમ છતાં તેનું વળગણ છૂટતું નથી.(૧.૪)

(6:05 pm IST)