Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

પોતાનાં ગંદા મોજાં અને વાપરેલાં કપડાં વેચીની આ બહેન વર્ષે કરોડ રૂપિયા કમાય છે

લંડન, તા.૬: આજકાલ લોકો વેબ-કેમેરાની સામે મોડલિંગ કરીને ફેમસ થઇ રહ્યા છે. લંડનમાં રહેતી ૩૩ વર્ષની રોકસી સ્ક્રાઇસ એનો નમૂનો છે. હજી બે વર્ષ પહેલાં જ બહેને ઇન્સ્ટ્રગ્રામ-પેજ શરૂ કરીને એકદમ હટકે બિઝનેસ શરૂ કર્યો હતો. આ બહેનને પોતાના હાથ-પગની સજાવટ કરવી બહુ ગમતી હતી. દરેક વખતે તે મેનિકયોર-પેડિકયોર કરાવ્યા પછી પોતાના પગ, પિંડી અને જાંઘની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી, તેના સુંદર પગ લોકોને બહુ ગમવા લાગ્યા. એક જ મહિનામાં તેના પગના પ્રેમીઓની સંખ્યા ૧૦,૦૦૦ ફોલોઅર્સને પાર કરી ગઇ. તેણે પગની સાથે-સાથે એને સુંદર રાખવાની ટિપ્સ આપવાનું પણ શરૂ કરી દીધું. એમાંથી શરૂ થયો વેબ-મોડલિંગનો બિઝનેસ. ઓનલાઇન અલગ-અલગ એન્ગલથી તેના પગ જોવા માટે લોકો તેને પૈસા ચૂકવવા લાગ્યા. એનાથી તેને સારી એવી કમાણી થતી હતી. જોકે કોઇકે તેને સલાહ આપી કે જો પગે પહેરેલાં મોજાં અને કપડાં વેચવા કાઢશે તો એ પણ વેચાશે. શરૂઆતમાં તેને એ વાત માન્યમાં ન આવી, છતાં પ્રયોગ કરી જોયો. તેને હતું કે પોતે મોજાંનું મોડલીંગ કરશે. જોકે લોકોએ તો તેણે એક વાર પહેરેલાં મોજાંની જ ડિમાન્ડ કરવી શરૂ કરી દીધી. મોજાં પછી પહેરેલાં કપડાંનો વારો આવ્યો. તેણે વીસ પાઉન્ડ એટલે કે દોઢ હજાર રૂપિયામાં પોતે પહેરેલાં મોજાં અને ૨૦૦ પાઉન્ડ એટલે કે ૧૮,૦૦૦ રૂપિયામાં બૂટ અને કપડાં ઓનલાઇન વેચવા મૂકયાં. રોકસીનું ફેન-ફોલોઇંગ એવું છે કે લોકોનું કહેવું છે કે રોકસીએ તેના પગમાં પહેરેલી હોય એવી કોઇ પણ ચીજ મળશે તો એ માટે ગમે એટલા પૈસા આપવા તૈયાર છે. આ જ કારણોસર રોકસી વર્ષે લગભગ કરોડ રૂપિયાની કમાણી કરી છે છે.(૨૩.૧૪)

(3:27 pm IST)