Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

જાણો ચહેરા પર ડાર્ક સર્કલ થવાનું કારણ

આજે છોકરીઓ અને છોકરા સહિત મોટા ભાગના લોકો ડાર્ક સર્કલની સમસ્યાથી હેરાન હોય છે. જે ચહેરાની સુંદરતાને ખરાબ કરે છે. તેને દૂર કરવા માટે લોકો અનેક ઉપાય કરતા હોય છે. છતા આ સમસ્યામાંથી છૂટકારો મળતો નથી. ડાર્કસર્કલને પીઓએચ નામથી પણ ઓળખવામાં આવે છે. જાણો ડાર્કસર્કલ સંબંધી અમુક ખાસ વાતો.

. આપણી આંખની નીચેની ત્વચા ખૂબ જ નાજુક હોય છે. કયારેક તો ત્વચાની નીચે રહેલ નસો પણ દેખાવા લાગે છે અને તેના કારણે જ ડાર્ક સર્કલ દેખાય છે.

. કેટલીકવાર ડાર્ક પિગમેન્ટેશનના કારણે પણ ડાર્ક સર્કલ થાય છે.

. આપણી આંખના ખૂણામાં એક નાનુ છિદ્ર હોય છે. ત્યાંથી જ આપણા આંસુ નીકળે છે. ડર્મેટોલોજીમાં તેને ટિયર ટ્રોફ કહે છે. કહેવાય છે કે વધતી ઉંમરની સાથે ત્યાંની ચરબી ઢીલી પડવા લાગે છે. જેના કારણે ડાર્ક સર્કલ દેખાવા લાગે છે.

. ડાર્કસર્કલ થવા એ આ વાત ઉપર પણ નિર્ભર કરે છે કે તમારા ચહેરા પર પ્રકાશ કેટલી અને કેવી રીતે પડે છે.

. વધારે મીઠુ ખાવાથી પણ આંખોમાં સોજો રહે છે. તમે જોયુ હશે કે કેટલીયવાર સવારે ઉઠી ત્યારે ઘણા લોકોની આંખો પર સોજો હોય છે. તેના કારણે પણ આ સમસ્યા ઉભી થાય છે.

. જ્યારે દારૂ, તનાવ અને સિગરેટ પીવાથી પણ ડાર્ક સર્કલ થાય છે.

ડાર્ક સર્કલની સમસ્યાથી બચવા માટે સાયન્સ ઘણુ આગળ આવ્યુ છે. ઘરેલુ ઉપાય ઉપરાંત આજે ડૉકટરો પાસે પણ ઘણા ઈલાજ છે. પરંતુ, તેના કરતા સારૂ રહેશે કે તમે તમારી ખાણી-પીણી ઉપર ધ્યાન આપો અને તનાવથી દૂર રહો.

(9:32 am IST)