Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

...એટલે સવારે ઉઠી ત્યારે ચહેરા પર સોજો હોય છે

અનેકવાર તમને સવારે ઉઠતા જ તમારા ચહેરા અને આંખો પર સોજો હોય એવું લાગતુ હશે. જેની આપણને મનમાં બીક  રહે છે અને થોડા સમય બાદ જ્યારે ચહેરો બરાબર થઇ જાય છે, તો આપણે નિશ્ચિંત થઇ જઇએ છીએ. તમે કયારેય તેની પાછળનું કારણ જાણવાની કોશિશ પણ કરતા નથી. જ્યારે એ વાત જાણવી ખુબ જ જરૂરી છે કે ચહેરા  પર  સોજાનું  કારણ શું હોય શકે?

એલર્જી : કોઇ પણ વ્યકિતને  કોઇ પણ ઋતુમાં એલર્જી હોઇ શકે છે.  તેના કારણે બાહ્ય  વાતાવરણમાં પ્રદુષણ, ધુળ-માટીના સંપર્કમાં રહેવુ, ભોજનથી એલર્જી, રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો, વગેેરે હોઇ  શકે છે. ડોકટર પાસે નિદાન કરાવી યોગ્ય સારવાર લેવી જોઇએ.

ખાંડ અને મીઠાનું વધારે પડતુ સેવન : ભોજનામાં વધારે ખાંડ અને મીઠુ પણ તેનુ કારણ હોઇ શકે છે. જેનાથી શરીરમાં ૫ાણી ભરાવાની (વોટર રીટેન્શન)ની સમસ્યા થવા લાગે  છે અને તેના કારણે ચહેરો અને શરીરના  અન્ય અંગો પર સોજો આવી જાય છે.

કન્ઝકિટવાઇટિસ : આ આંખોમાં એક પ્રકારનું ઇન્ફેકશન હોઇ શકે છે. જેના  કારણે આંખોની સાથે ચહેરા ઉપર પણ સોજો આવી જાય છે. ગંદી પથારી, પરફયુમ, કોસ્મેટિકસ,  ધુમાડો વગેરેથી પણ ઇન્ફેકશન  થઇ શકે છે.

સાઇનસ : જે લોકોને વધારે શરદી અથવા સાઈનસની સમસ્યા હોય છે, તેના ચહેરા ઉપર પણ સોજો દેખાય છે.

(4:05 pm IST)