Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ભરપુર માત્રામાં વિટામીન સી મેળવવા અપનાવો આ ઉપાય

આપણા શરીરમાં વિટામીન સીની ખામી ન હોવી જોઈએ. વિટામીન સીની ખામીથી કેટલાય પ્રકારની બીમારીઓ થઈ શકે છે. તો જાણો કેટલીક એવી વસ્તુઓ વિશે જેમાંથી વિટામીન સી પ્રચુર માત્રામાં મળે છે.

આમળા : આમળામાં વિટામીન-સી ભરપુર માત્રામાં હોય છે. આમળાનું સેવન શરીરને સ્વસ્થ અને નિરોગી બનાવી રાખવામાં ખૂબ જ મદદરૂપ સાબીત થાય છે.

સંતરા : સંતરામાં વિટામીન સી અને ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. જે શરીરને ખૂબ જ ફાયદો પહોંચાડે છે. આ ઉપરાંત તેમાં એન્ટી-ઓકિસડન્ટ પણ વધારે માત્રામાં હોય છે. જે કેન્સર જેવી બીમારીઓ સામે લડવામાં ખૂબ જ મદદ કરે છે.

દ્રાક્ષ : દ્રાક્ષમાં કેલરી અને ફાઈબરની સાથે વિટામીન સી, ઈ અને કે ભરપુર માત્રામાં હોય છે. જો તેનું નિયમીત સેવન કરવામાં આવે તો કેટલાય રોગોથી સરળતાથી મુકિત મેળવી શકાય છે.

શિમલા મરચા : શિમલા મરચાના સેવનથી આપણા શરીરને ભરપુર માત્રામાં વિટામીન સી પ્રાપ્ત થાય છે. તેનું સેવન કરવાથી સ્ટ્રેસ પણ દૂર થાય છે અને કોલેસ્ટ્રોલની માત્રા પણ ઓછી થાય છે.

(4:03 pm IST)