Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ડિપ્રેશન જેવી સ્થિતિ લોકોને મૃત્યુના દરવાજે દોરી જઇ શકે

લંડન, તા.૬: ડિપ્રેશન લોકોને મૃત્યુ જેવી સ્થિતિમાં પહોંચાડી શકે છે. એમ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. આ સ્થિતિને 'સાઇકોજેનિક ડેથ' કહેવાય છે. લોકો સાથેના સંબંધ કાપી નાખવાએ ડિપ્રેશનનાં પ્રારંભિક લક્ષણોમાંનું એક છે. જો સમય પર આ વર્તનને સમજી ન શકાય તો વ્યકિત સમાજથી સંપૂર્ણપણે દૂર થઇ જાય છે. આ સ્થિતિ પોતાની નજર સામે મૃત્યુ થતા જોનારા યુદ્ધના દરદીઓમાં પણ જોઇ શકાય છે. આ સ્થિતિમાં વ્યકિત પોતાની ભાવનાઓ વ્યકત કરવાનું છોડી દે છે. આસપાસના વાતાવરણથી ઉદાસીન રહેતી આ વ્યકિતને પછીથી એનાથી કોઇ જ ફરક પડતો નથી. ડિપ્રેશનનો શિકાર બનેલી વ્યકિત નકારાત્મક ભાવના અનુભવે છે અને તેની રચનાત્મકતા ખતમ થઇ જાય છે. તે પોતાના માટે પણ કોઇ કામ કરવા નથી ઇત્છતી. નાનું કામ પણ તેને ખૂબ જ ભારે લાગે છે. આ સ્થિતિમાં આગળ જતાં વ્યકિતનું દિમાગ સૂઇ જવા માગે છે જે કોમા જેવી સ્થિતિ હોય છે. ડિપ્રેશનનો શિકાર બનેલી વ્યકિતને કોઇ પ્રકારની તકલીફ નથી થતી. માર કે ઇજા સામે તે પ્રતિક્રિયા પણ આપતી નથી. આ મૃત્યુ પહેલાંની સ્થિતિ છે. જેમાં વ્યકિતને દુનિયા સાથે કોઇ જ મતલબ રહેતો નથી. તે ઊઠવાની પણ ના પાડી દે છે. ત્યારે બાદ લગભગ બે કે ત્રણ દિવસમાં જ તેનું મૃત્યુ થઇ જાય છે. આવી વ્યકિતને સારી કરવા માટે મેડિકલ રીહેબિલિટેશન સેન્ટર તેમ જ અન્ય સારવાર મેળવી શકાય છે.

(4:02 pm IST)