Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

પાક.માં રૂ.૧૪૦૦ કરોડના હાઉસિંગ કૌભાંડમાં નવાઝ શરીફના ભાઇ શાહબાઝની ધરપકડ

લાહોર, તા.૬: મુશ્કેલીમાં ફસાયેલા પાક.ના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પરિવારને ફરી એક મોટો ફટકો એ વખતે પડયો હતો જયારે ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ તેમના ભાઇ અને વિરોધ પક્ષના નેતા શાહબાઝ શરીફને એક હાઉસિંગ કૌભાંડમાં સંડોવણી બદલ ધરપકડ કરી હતી. નવાઝ શરી સામે પણ ભ્રષ્ટાચારના ત્રણ કેસ ચાલી રહ્યા છે. ૬૭ વર્ષના શાહબાઝ પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન અને નવાઝના નાના ભાઇ છે. શાહબાઝ શરીફની કંપનીએ ૪૦૦ કરોડ ખર્ચી નાખ્યા પછી પણ લોકોને એક ટીપું પાણી પુરું પાડયું નથી.(૨૩.૧૦)

 

(4:01 pm IST)