Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ગરોળીએ બીજી ગરોળીને કહ્યું,તને પડવા નહીં દઉં, મૈં હૂંના!

લંડન તા. ૬: ગામમાં રહેતા હો તો ગમે ત્યાં બે પ્રાણીઓને લડતાં અને એકબીજા માટે મરી ફીટતા જોવાનો લહાવો મળી જાય. વિયેટનામના ટાય ગામમાં પણ આવું જ દૃશ્ય સર્જાયેલું જે એક ભાઇએ કેમેરામાં કેદ કરી લીધું હતું. 'મૈં હૂં ના' ફિલ્મમાં જેમ શાહરૂખ ખાન તેના નાના ભાઇને છત પરથી પડતો બચાવવા માટે કૂદી પડે છે અને એક હાથે પકડી રાખે છે એવું વિયેટનામમાં બે ગરોળીઓ વચ્ચે જોવા મળ્યું. ઘરની છત પર નળિયાઓ વચ્ચે એક ગરોળી છે જેણે બીજી લટકી રહેલી ગરોળીનેઢ મોંએથી પકડી રાખી છે. લટકેલી ગરોળી છટપટી રહી છે જેથી એ કૂદકો મારીને પાછી છત પર આવી શકે, પણ નળિયા પર રહેલી ગરોળીનું જોર થોડુંક ઓછું પડે છે. ખાસ્સી ઊંચાઇ હોવાથી ગરોળીને નીચે પડતી અટકાવવા માટે છત પરની ગરોળી ઘણો પ્રયત્ન કરે છે, પણ કામિયાબ નથી નીવડતી. જોકે ફોટોગ્રાફરે આ તસવીર શેઅર કરવાની સાથે લખ્યું છે કે છેલ્લે તેણે પોતે જ લટકતી ગરોળીને ટેકો આપીને છત પર ચડાવી દેવાનું પુષ્ણ્યકાર્ય કરી લીધું છે.

(11:45 am IST)