Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ચોમાસાની ઋતુમાં આ રીતે કરો તમારા કિમંતી ફર્નીચરની દેખરેખ

આગ ફેકનારી ગરમી પછી સૌને ચોમાસાની ઋતુની આતુરતા હોય છે. પણ વરસાદની ઋતુમા આરોગ્ય સાથે ભેજ અને ફર્નીચર સાથે જોડાયેલ કેટલીક અન્ય સમસ્યાઓને સાથે લઈને આવે છે. ચોમાસામાં લાકડીના ફર્નીચરનું ધ્યાન રાખવુ કોઈ પડકાર કરતા ઓછુ નથી. એકસપર્ટનું કહેવું છે કે લાકડીના ફર્નીચરના ખૂણા, તેના નીચલા અને પાછળના ભાગમાં મહિનામાં ઓછામાં ઓછા એકવાર જરૂર સફાઈ કરવી જોઈએ.

ચોમાસામાં આ રીતે રાખો ફર્નીચરનું ધ્યાન

વરસાદની સિઝનમાં જેટલું શકય એટલું પોતાના લાકડાનાં ફર્નીચરને ખુલ્લી હવામાં રાખો.

 વધારે ગરમ ચીજવસ્તુઓને સીધું લાકડા પર ન મુકશો.

 સમય-સમય પર ફર્નીચરની જગ્યા બદલતાં રહો.

 સોફા પર ભીનાં તકીયા પણ ન મુકશો.

 વરસાદ આવતાં પહેલા જ પોતાના ફર્નીચરને વેકસ અથવા વાર્નિશનો કોટિંગ લગાવી દો. તેનાથી ફર્નીચર પર એક પ્રોટેકિટવ લેયર બનશે અને ફર્નીચર વરસાદની નમીથી સુરક્ષિત રહેશે.

 તમારા ફર્નીચરને દિવાલથી દૂર રાખો. જેથી દિવાલોમાં આવતી ભેજથી ફર્નીચરને નુકશાન ન થઇ શકે.

 વરસાદની ઋતુમાં લાકડીના દરવાજા અને બારીઓ ભેજના કારણે ફૂલવા લાગે છે. તેનાથી બચવા માટે પોતાના ફર્નીચરને ઓઇલિંગ કરતા રહો.

(10:20 am IST)