Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

અમેરિકામાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર બદલાવ આવ્યો

નવી દિલ્હી:અમેરિકામાં છેલ્લા કેટલાવ વર્ષોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો થઈ રહેલ ઉપયોગમાં બદલાવ આવ્યો છે. ગયા વર્ષોમાં અમેરિકાની ચૂંટણી દરમિયાન ફેસબુક પર ધમકીભર્યાં અને ઘૃણાસ્પદ પોસ્ટ વાયરલ થઈ રહી હતી અને લોકોના પ્રાઈવેટ ડેટા લિક થયા હોવાના પણ અહેવાલ સામે આવ્યા હતા. ત્યારે અમેરકનોએ ફેસબુકનો ઉપયોગ કરવાનું ઘટાડી દીધું છે.પ્યૂ રિસર્ચ સેન્ટરે બુધવારે જાહેર કરેલા સર્વેના તારણો પરથી આ અંગે માહિતી મળી છે, એ સમયે જ ફેસબુકના ચીફ ઓપરેટિંગ ઑફિસર શેર્લી સેનબર્ગ 2016ની ચૂંટણી કરતાં પ્લેટફોર્મ પર વિદેશી હસ્તક્ષેપનો સામનો કરવા માટે કંપની કેવી રીતે વધુ સારી રીતે તૈયાર છે તે મુદ્દે સેનેટ પેનલની સુનાવણી દરમિયાન ખાતરી આપી રહ્યા હતા.આ સર્વેમાં જાહેર કરવામાં આવ્યું કે 74 ટકા યુવાનોએ ફેસબુકમાં પોતાની પ્રાઈવસી સેટિંગ્સ બદલી નાખ્યા છે, ફેસબુક એપનો ઉપયોગ કરવો બંધ કરી દીધો છે અથવા તો તેને ડિલિટ કરી દીધી છે.

 

(5:20 pm IST)