Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

કાબુલમાં આત્મઘાતી વિસ્ફોટમાં 20ના મોત

નવી દિલ્હી:કાબુલ - અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા બોમ્બ ધડાકામાં આશરે ૨૦ લોકોની મૃત્યુ થઇ ગઇ છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ , આ બ્લાસ્ટમાં ૫૦થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બુધવારની મોડી સાંજે આ બોમ્બ ધડાકાઓ રમતગમતનાં મેદાનની નજીકમાં થયા હતા. જો કે , હજી સુધી કોઇ પણ આતંકવાદી સંગઠને આ બોમ્બ ધડાકાની જવાબદારી સ્વિકારી નથી. મીડિયા રિપોર્ટ મુજબ , સ્થાનિક સમય અનુસાર આ બ્લાસ્ટ સાંજે છ વાગ્યે થયા હતાં. જયારે કલા-એ-નઝર વિસ્તારમાં એક સ્પોર્ટસ્ કલબની અંદર એક આત્મઘાતી હુમલો કરીને બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા ૧૪ લોકોની મૃત્યુ થઇ ગઇ , જયારે અન્ય ૩૦ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતાં. ત્યારબાદ બીજા બોમ્બ ધડાકામાં લગભગ છ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

 

(5:19 pm IST)