Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

જાપાનમાં ભૂકંપના કારણે 120ને ઇજા

નવી દિલ્હી:જાપાનના સાઉથ આઇલેન્ડ હોક્કાઇડોમાં આજે ગુરૂવારે વહેલી સવારે ભૂકંપના તીવ્ર આંચકાઓ આવ્યા હતા. ભૂકંપની રેક્ટર સ્કેલ પર તીવ્રતા 6.7 માપવામાં આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 120થી વધુ લોકો જખમી થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, હોક્કાઇડોમાં ભૂકંપ બાદ ભૂસ્ખલનથી ઘરોને નુકસાન પહોંચ્યું છે અને 120થી વધુ લોકો ગુમ છે.

 

(5:18 pm IST)