Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

કાબુલ: કુશ્તી ક્લ્બમાં બોંબ વિસ્ફોટમાં 20ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબુલની એક કુશ્તી ક્લબમાં બુધવારે થયેલા ટ્વિન બોમ્બ વિસ્ફોટમાં બે પત્રકારો સહિત ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા છે જ્યારે 70 જેટલા લોકો ઘાયલ થયા છે. પોલીસ પ્રવક્તા હશમત સ્તાનિકજઈએ જણાવ્યું કે પાડોશના શિયા બહુમતીવાળા ખેલ પરિસરમાં એક આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવ્યા બાદ એક કલાકની અંદર ઘટનાસ્થળે પત્રકારો અને સુરક્ષાદળોની હાજરીમાં વિસ્ફોટક ભરેલી એક કારમાં વિસ્ફોટ થયો. મીડિયા સમર્થક એક સંગઠન એનઆઈએએ જણાવ્યું કે બીજા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર પત્રકારો ઘાયલ થયા છે.

(5:18 pm IST)