Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

આ શાકભાજીઓને ઉકાળીને ખાવાથી મળે છે બમણુ પોષણ

આપણે આહારમાં કેટલાય પ્રકારના શાકભાજી લઈએ છીએ, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તમારા આહારમાં શાકભાજીને ઉકાળો તો તેના પોષકતત્વ નષ્ટ થઈ જાય છે. પરંતુ, કેટલાક શાકભાજી એવા હોય છે, જેને ખાવાથી શરીરને બમણુ પોષણ મળે છે. કેટલાક શાકભાજીને ઉકાળીને ખાવાથી શરીર મજબુત બને છે અને મોટાપો દૂર થાય છે. તો જાણો એ શાકભાજી વિશે.

પાલક : પાલકને કાચી ખાવાના બદલે ઉકાળીને ખાવાથી બમણુ પોષણ મળે છે. લીલા પાંદડાવાળા શાકભાજીને ઉકાળીને ખાવાથી તેની તાકાત બમણી થઈ જાય છે.

કોબી : પાન કોબીને ઉકાળીને ખાવાથી વધારે પોષ્ટિકતા મળે છે. જો તમે વજન ઓછુ કરવા માંગો છો, તો પાનકોબીને ઉકાળીને ખાવાથી ફાયદો મળે છે.

બીટ  : બીટને સલાડ તરીકે ખાવામાં આવે છે અને તેનું જ્યુસ પણ પીવામાં આવે છે. પરંતુ, રકતની ખામી અને માસિક ધર્મ સંબંધી બીમારીઓ દૂર કરવા માટે બીટને ઉકાળીને ખાવાથી ફાયદો જાય છે.

ફુલકોબી : વરાળમાં પકાવેલ ફુલકોબી પોષ્ટિક હોય છે. તેને પકાવવાથી તેમાં રહેલ પોષકતત્વોમાં વૃદ્ધિ થાય છે.

ગાજર : ગાજરને ઉકાળવાથી તેના ગુણોમાં વૃદ્ધિ થાય છે. તે આંખો અને ત્વચા માટે ફાયદાકારક હોય છે અને વજન ઓછુ કરવા માટે પણ મદદરૂપ થાય છે.

બટેટા : બટેટાને ઉકાળવાથી બમણુ પોષણ મળે છે. બાફેલા બટેટા વધારે સમય સુધી રાખી ન મુકવા જોઈએ.

શક્કરીયા  : શક્કરીયા કાચા ખાવાના બદલે બાફીને ખાવાથી ફાયદો મળે છે. તે ફાઈબર અને કાર્બથી ભરપુર હોય છે. શક્કરીયા શુગર અને વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

(9:31 am IST)