Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

યુક્રેનનું યુદ્ધ જીતવા માટે આ દેશ પાસેથી પુતિને સૈનિકો ભાડે માંગ્યા

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર તેમના આક્રમણમાં મદદ માટે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન તરફ વળવાનું વિચારી રહ્યા છે. રશિયાના અહેવાલો અનુસાર પુતિન 100,000 સૈનિકોના બદલામાં કિમ જોંગને ઊર્જા અને અનાજ આપવા તૈયાર છે.

એક એજન્સીના અહેવાલ પ્રમાણે, ઉત્તર કોરિયા તેના 100,000 સૈનિકોને ડોનબાસમાં સ્થળાંતર કરવા માટે તૈયાર છે. તેના બદલામાં, કિમની ખરાબ અર્થવ્યવસ્થાને ખોરાક અને ઊર્જા પૂરી પાડવામાં આવશે. મોસ્કોના અગ્રણી સંરક્ષણ નિષ્ણાત રિઝર્વ કર્નલ ઇગોર કોરોટચેન્કોએ જણાવ્યું હતું કે, કિમ જોંગ ઉન દ્વારા અમારી તરફ લંબાવવામાં આવેલ હાથને સ્વીકારવામાં આપણે અચકાવું જોઈએ નહીં. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. 24 ફેબ્રુઆરીએ રશિયન હુમલા સાથે યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું હતું. રશિયા યુદ્ધ જીતવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, આ કારણોસર હવે રશિયા ઉત્તર કોરિયાની મદદ લેવાનું વિચારી રહ્યું છે.

(5:01 pm IST)