Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

તાઇવાન પાસે 1.34લાખ કરોડના હથિયારોનો ભંડાર હોવાની માહિતી

નવી દિલ્હી: પૂર્વ એશિયાઈ સમુદ્રમાં તંગદિલી વ્યાપી ગઇ છે. ચીની ડ્રેગને નાનકડા પાડોશી દેશ તાઇવાનની ઘેરાબંધી શરૂ કરી દીધી છે. ચીને તાઇવાની સમુદ્રમાં તેની સૌથી મોટી વૉરગેમ છેડી છે. અમેરિકી સંસદનાં સ્પીકર નેન્સી પેલોસીના પ્રવાસ બાદથી યુદ્ધની આશંકા સેવાઈ રહી છે. તાઈવાનને ચીનના ઈરાદાને જોઈ તેની સુરક્ષા માટે અમેરિકી હથિયારોનો લગભગ 1.34 લાખ કરોડ રૂ.નો ભંડાર એકઠો કરી લીધો છે. તાઈવાને આ તૈયારી ફેબ્રુઆરીમાં રશિયાના યુક્રેન પર હુમલા બાદથી ઝડપી બનાવી હતી. પૂર્વ એશિયાઈ સમુદ્રમાં તંગદિલી વ્યાપી ગઇ છે. ચીની ડ્રેગને નાનકડા પાડોશી દેશ તાઇવાનની ઘેરાબંધી શરૂ કરી દીધી છે. ચીને તાઇવાની સમુદ્રમાં તેની સૌથી મોટી વૉરગેમ છેડી છે. અમેરિકી સંસદનાં સ્પીકર નેન્સી પેલોસીના પ્રવાસ બાદથી યુદ્ધની આશંકા સેવાઈ રહી છે. તાઈવાનને ચીનના ઈરાદાને જોઈ તેની સુરક્ષા માટે અમેરિકી હથિયારોનો લગભગ 1.34 લાખ કરોડ રૂ.નો ભંડાર એકઠો કરી લીધો છે. તાઈવાને આ તૈયારી ફેબ્રુઆરીમાં રશિયાના યુક્રેન પર હુમલા બાદથી ઝડપી બનાવી હતી. તાઈવાની નેવીના પૂર્વ એડમિરલ લી સાઈ મિન અને પૂર્વ એડમિરલ એરિક લીએ દાવો કર્યો હતો કે ચીન દાયકાઓથી તાઈવાન પર કબજો કરવાનો ઈરાદો ધરાવે છે. ચીન સાથે મુકાબલો કરવા તાઈવાને ગત 10 વર્ષથી જ સૈન્યને મજબૂત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મિન કહે છે કે ચીન સૌથી પહેલાં મિસાઈલ અટેક કરશે. તેના પછી જ તે પાણીના માર્ગે હુમલો કરવાની રણનીતિ અમલમાં લાવશે. સૌથી છેલ્લે તે સૈન્યને ઉતારશે.

(5:01 pm IST)