Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ફ્લાઈટની મુસાફરી દરમ્યાન શખ્સે નશો કરી ધમાલ મચાવતા અન્ય મુસાફરો ગુસ્સે થયા

નવી દિલ્હી: ફ્લાઈટની સફર દરમિયાન અવારનવાર પેસેન્જર્સ દારૂ પીને અવનવી હરકતો કરતા જોવા મળે છે અને બાદ, તેમને ગંભીર પ્રતિબંધો અને પોલીસ કસ્ટડીનો સામનો કરવો પડે છે. સાથે તેઓ અન્ય પેસેન્જર્સની સફરનો મૂડ પણ ખરાબ કરે છે. ઘણાંખરા પેસેન્જર્સ તો દારૂના નશામાં ફ્લાઈટના ઈમરજન્સી ગેટને ખોલતા પહેલા પણ પકડાઈ ચૂક્યા છે.

અમેરિકામાં ફિલાડેલ્ફિયાથી મિયામી જતી ફ્લાઈટમાં આવી એક ઘટના બની હતી. નશાની હાલતમાં ચૂર પેસેન્જરે ફ્લાઈટ એટેન્ડેન્ટને મુક્કા મારવાની સાથે બે મહિલા ફ્લાઈટ એટેન્ડન્ટ્સના સ્તનને સ્પર્શ કરીને છેડછાડ કરી હતી. બાદ, પુરુષ કર્મચારી તેના બિહેવિયરથી ગુસ્સે ભરાયો હતો અને તેને તેની સીટ પર પકડીને બાંધી દેવામાં આવ્યો. 22 વર્ષીય પેસેન્જર, મેક્સવેલ બેરીની મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતાં ધરપકડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ વીડિયોમાં યુવક સહયાત્રીઓ પર બૂમો પડતો નજર આવ્યો હતો..

(5:51 pm IST)