Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

અફઘાન વાયુસેનાએ તખર પ્રાંતના તાલેકાન શહેર પર કરેલ હવાઈ હુમલામાં 13 તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનીસ્તાન પર કબ્જાને લઈને અનેક જગ્યાએ તાલીબાન અને અફઘાન સેના વચ્ચે જોરદાર લડાઈ છેડાઈ છે. ગઈકાલે અફઘાન વાયુસેનાએ તખર પ્રાંતનાં તાલેકાન શહેર પર જબરજસ્ત હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 13 તાલીબાન આતંકીઓ માર્યા ગયા હતા. અફઘાનીસ્તાનનાં રક્ષા મંત્રાલયે એક ટવીટ કરી જાણકારી આપતા કહ્યું હતું કે હુમલામાં આઠ આતંકી ઘાયલ થયા છે. હૂમલામાં તાલીબાનનાં ઘણા દારૂગોળા 38 રોકેટ પોપીડ ગ્રેનેડ સહીત 8 આર્ટીવરી પણ નષ્ટ થઈ છે અનેક જગ્યાએ તાલીબાનીએ સામાન્ય નાગરીકોને પણ નિશાન બનાવ્યા છે. તાલીબાનનાં પ્રવકતા જબીરૂલ્લાહ મુજાહીદનું કહેવુ છે કે આગળ પણ અફઘાન અધિકારીઓ પર હુમલા ચાલુ રહેશે. મુજાહીદ તરફથી નિવેદન ત્યારે આવ્યું હતું જયારે અફઘાનીસ્તાનના કાર્યવાહક રક્ષામંત્રી જનરલ બિસ્મીલ્લાહ મોહમદીનાં ઘર પર કાર બોમ્બ હુમલો થયો હતો.

(5:48 pm IST)