Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ચીનમાં આવી રહી છે વધુ એક ચેપી બીમારી:7ના મૃત્યુ:60 ની હાલત ગંભીર

નવી દિલ્હી: ચીનના વુહાનથી શરુ થયેલા કોરોના વાઈરસની સામે હજુ પણ આખી દુનિયા ઝઝૂમી રહી છે અને હજારો માણસો મરી રહ્યા છે અને સંક્રમીત થઇ રહ્યા છે ત્યારે ચીનમાં વધુ એક નવો વાઈરસ બહાર આવ્યો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે અને આ નવી સંક્રામક બીમારીથી 7 લોકોના મોત થયા છે. અને 60 લોકો બીમારપડ્યા છે. ચીનના સરકારી મીડિયાએ ગઇકાલે-બુધવારે શંકા દર્શાવી હતી કે આ સંક્રમણ માણસોમાં પણ ફેલાઇ શકે છે.

             આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ પૂર્વી ચીનના જિયાંગ્સુ પ્રાંતમાં ગત 6 મહિના દરમિયાન એસએફટીએસ વાઈરસથી 37થી વધુ લોકો સંક્રમીત થયા છે. પૂર્વી ચીનના અન્હુઇ પ્રાંતમાં પણ 23 લોકો સંક્રમીત થયાની વાત બહાર આવી છે. અલબત્ત, આ વાઈરસ નવો નથી. પહેલીવાર વર્ષ 2011માં આ વાઈરસનો પતો મળ્યો હતો. વાઈરોલોજિસ્ટનું માનવું છે કે, આ સંક્રમણ પશુઓના શરીર પર ચીપકી જતા કીડાથી મનુષ્યોમાં ફેલાય છે ત્યારબાદ માનવ જાતિમાં સંક્રમણ ફેલાઈ જાય છે.

(9:08 pm IST)
  • Beauty With Brain : મિસ ઇન્ડીયા ફાઇનલિસ્ટનો URSCમાં વાગ્યો ડંકો access_time 4:18 pm IST

  • બીસીસીઆઈએ આઈપીએલ ટાઈટલ સ્પોન્સરશીપનો સોદો પણ ચાઈનીઝ મોબાઈલ ફોન કંપની વીવો સાથે આવી રહેલ ઈવેન્ટ માટે રદ્દ કરેલ છે access_time 8:04 pm IST

  • વલસાડ જિલ્લામાં કોરોનાએ સ્પીડ પકડી: જિલ્લામાં વધુ 14 કેસ પોઝીટીવ નોંધાયા : વલસાડમાં 3 કેસ,પારડીમાં છ કેસ,વાપીમાં 4 કેસ અને ઉમરગામમાં એક કેસ નોંધાયો : જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 718 થઇ access_time 8:34 pm IST