Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ત્રણ વર્ષ અને સાત વર્ષનાં બાળકોની સાથે યુગલે ૧૦,૮૫૩ ફીટની ઊંચાઈ સુધી પર્વતારોહણ કર્યું

સામાન્ય રીતે ઓછામાં ઓછા અંતરના પર્વતારોહણમાં પણ દસ વર્ષથી નાની ઉંમરનાં બાળકોને સાથે ન લઈ જવાની ભલામણ જાણકારો કરે છે. પરંતુ લિયો હોલ્ડિંગ પરિવારમાં પતિ અને પત્ની ઉપરાંત ત્રણ વર્ષ અને સાત વર્ષનાં બાળકો પણ એ પર્વતારોહણમાં સામેલ થયાં હતાં. લિયો હોલ્ડિંગ પરિવારે ૨૫ જુલાઈએ સ્વિટ્ઝરલેન્ડનો લગભગ અગિયાર હજાર ફીટ ઊંચો પહાડ ચડવાનું શરૂ કર્યું હતું. ત્રણ વર્ષના જેકસન અને સાત વર્ષની ફ્રેયાનની જોડે ૧૦,૮૫૩ ફીટની ઊંચાઈ પર પહોંચીને એ પરિવાર ૨૭ જુલાઈએ પાછો ફર્યો હતો.

સમગ્ર પર્વતારોહણમાં લિયોના ખભે કેમ્પિંગ ઇકવપિમેન્ટ અને જમવા-નાસ્તાની વસ્તુઓના સામાનના થેલા હતા અને તેની પત્ની જેસિકાએ જેકસનને પીઠ પર ઊંચકયો હતો. સાત વર્ષની ફ્રેયા પપ્પા અને મમ્મીની જોડે પહાડ પર ચડી હતી. તેમણે આવી સાહસયાત્રાઓ બ્રિટનમાં ઘણી કરી છે. સ્લોવેનિયાના ત્રિગ્લાવ પહાડ પર ચડ્યા છે. દર વર્ષે બાળકો મોટાં થાય અને તેમની ક્ષમતા વધે એ સાથે લિયોનો પર્વતારોહણની પારિવારિક સાહસયાત્રાઓ યોજવાનો ઉત્સાહ પણ વધે છે.

(4:19 pm IST)