Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

આને કહેવાય પતલી કમરિયા

આપણે ત્યાં પાતળી કમર માટે છોકરીઓ કંઈ કેટલાંય વાનાં કરતી હોય છે. એમાં જો બર્માની ૨૩ વર્ષની સુ મોહ મોહ નાઈંગ નામની યુવતીની કમર જોશો તો-તો છક થઈ જવાશે. તેની કમર માત્ર ૧૩.૭ ઇંચની છે જે તેને વિશ્વમાં સૌથી પાતળી કમર ધરાવતી કેટલીક યુવતીઓમાં સ્થાન અપાવે છે. આવી કમર જોઈને સ્વાભાવિક સવાલ થાય કે કિસ ચક્કી કા આટા ખાતે હો... જોકે આશ્યર્યની વાત એ છે કે સુ નાઈંગનું કહેવું છે કે તે પાતળી કમર માટે કોઈ એકસરસાઇઝ કે ડાયટિંગનો સહારો નથી લેતી, આ તો તેની કુદરતી જનીનગત ખાસિયત છે. એમ છતાં સુ નાઈંગ પર તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા ફોટોનું ડિજિટલી એડિટિંગ કરવાનો તેમ જ પાતળી કમરને વધુ પાતળી બનાવવા માટે ટાઇટ કોર્સેટ પહેરવાનો આક્ષેપ મુકાયો છે. આ તમામ આક્ષેપોને નકારતાં આ બહેનનું કહેવું છે કે તેમની કમર કુદરતી જ પાતળી અને તે નેચરલી જ આવી સ્વસ્થ અને તંદુરસ્ત છે એટલે તેને પોતાના દેખાવનો ગર્વ છે. હાલમાં ગિનેસ બુકમાં સૌથી પાતળી કમર ધરાવવાનો રેકોર્ડ એથેલ ગેન્ગરના નામે છે. તેની કમર માત્ર ૧૩ ઇંચની છે, પરંતુ તે તેની કમરને પાતળી રાખવા સતત કોર્સેટ પહેરી રાખે છે.

(4:18 pm IST)
  • રિયા ચક્રવતીએ પોતાના વકીલ મારફત આપ્યું નિવેદન : સીબીઆઈ તપાસની માંગ કરવાનો બિહારને અધિકાર નથી access_time 10:25 pm IST

  • ભારતના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની આજ 6 ઓગસ્ટના રોજ પ્રથમ પુણ્યતિથિ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે ટવીટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી જુના સંસ્મરણો વાગોળ્યા access_time 1:37 pm IST

  • દેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા : સૌથી વધુ દર્દીઓનો સ્વસ્થ થવાનો પણ રેકોર્ડ : છેલ્લા 24 કલાકમાં નવા 62,170 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કુલ કેસની સંખ્યા 20,25,409 થઇ : એક્ટિવ કેસ 6,05,933 થયા : રેકોર્ડબ્રેક 50,141 દર્દીઓ રિકવર થતા કુલ 13,77,384 લોકોએ કોરોનાને હરાવ્યો access_time 12:57 am IST