Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે સળગાવી ૧૦૦ મીણબત્તી : આખું ઘર બળીને ખાખ

લંડન તા. ૬ : પ્રેમનો એકરાર તમે કેવી રીતે કરશો? ઘણી વખત ખોટી રીત ટ્રાય કરવાથી ઘણું નુકસાન ભોગવવું પડી શકે છે. આવી જ એક ઘટના ઈંગ્લેન્ડમાં સામે આવી છે. શેફીલ્ડમાં એક યુવકે પોતાની પ્રેમિકાને લગ્નના પ્રપોઝ માટે ફુલ રોમેન્ટિક માહોલ બનાવ્યો. તેણે ફલેટમાં ૧૦૦ ટીલાઈટ કેન્ડલ (નાની મીણબતી) સળગાવી હતી. થોડા સમય પછી આખા ઘરમાં લાગી ગઈ આગ અને બધુ જ બળીને થઈ ખાખ ગયું. સાઉથ યોર્કશાયર ફાયર એન્ડ રેસ્કયૂ સર્વિસે ટ્વીટર પર આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે ફોટોગ્રાફ શેર કરતા લખ્યું કે, 'ધ્યાનથી જુઓ, શું દેખાઈ રહ્યું છે? જી હા, તમે સાચા છો, સેંકડો ટીલાઈટ કેન્ડલ્સ! જાણવા માગો છો કે અહીં શું થયું હતું? આ બધુ એક રોમેન્ટિક પ્રપોઝલ માટે હતું, જે બિલકુલ અલગ થઈ ગયું. બીજા લોકોએ શીખવા મળ્યું છે કે મીણબતીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ'

(11:31 am IST)
  • નવી શિક્ષણ નીતિ : આવતીકાલ 7 ઓગસ્ટ શુક્રવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : 34 વર્ષ પછી અમલી બનવા જઈ રહેલી નવી શિક્ષણ નીતિના ફાયદા સમજાવશે : યુનિવર્સીટીના કુલપતિઓ સહીત શિક્ષણવિદો હાજર રહેશે access_time 8:23 pm IST

  • કાશ્મીર પ્રશ્ને સાઉદી અરબે સાથ નહિ આપતા પાકિસ્તાન ભડકયું: પાક. વિદેશ પ્રધાને ધમકી આપીઃ મુસ્લીમ દેશોનું સંગઠન ઓ.આઇ.સી. જો વિદેશ પ્રધાનોની બેઠક નહિ બોલાવે તો પાકિસ્તાન ખુબ ઇસ્લામીક દેશોની બેઠક બોલાવી લેેશે access_time 4:09 pm IST

  • સૌરાષ્ટ્રની જાણીતી રાજકોટ ખાતેની કેન્સર હોસ્પિટલમાં ૩ નવા કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે : એક ડોકટર સહિત વધુ ૩ને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ : એક ડોકટરની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે access_time 8:07 pm IST