Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

આદુનું જ્યુસ પીવાના ફાયદા

આદુનો બધાના ઘરમાં ઉપયોગ થતો હોય છે. રસોઈમાં સ્વાદ વધારવાથી લઈને શરદી-ઉધરસ, તાવમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આદુની ખાસિયત એ છે કે તમે તેને કોઈ પણ રૂપમાં ખાઈ શકો છો. પરંતુ, શું તમે કયારેય આદુના જ્યુસનું સેવન કર્યું છે? આદુના જ્યુસના સેવનથી તમારા શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે, જે કેટલીય બીમારીઓથી લડવાની શકિત ધરાવે છે.

. જે લોકોને વા અથવા સાંધાનો દુઃખાવો થાય છે, તેને આદુના જ્યુસનું સેવન કરવુ જોઈએ.

. એક શોધમાં સાબીત થયુ છે કે આદુ છોકરીઓને પીરિયડ્સ દરમિયાન થતા દુઃખાવાને ઓછો કરે છે.

. આદુના જ્યુસનું સેવન કરવાથી કેન્સરની બીમારી પણ દૂર થઈ શકે છે. કારણ કે આદુ કેન્સર સેલ્સને વધાવા દેતુ નથી.

. જો તમારૂ બ્લડ શુગર લેવલ વધેલુ છે, તો દરરોજ આદુના જ્યુસનું સેવન કરો તો તમારૂ બ્લડ શુગર લેવલ પાછુ નોર્મલ થઈ જશે.

. કોઈ પણ વ્યકિતનું કોલેસ્ટ્રોલ દિવસેને દિવસે વધતુ જાય છે, તો તેને પણ આદુના જ્યુસનું સેવન કરવુ જોઈએ. તેનું કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ થઈ જશે.

(11:30 am IST)