Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ચંદન ફેશપેકથી વધારો સુંદરતા

ચંદનનો ઉપયોગ પ્રાચીન યુગથી કરવામાં આવે છે. ચંદનની લાકડી ખૂબ જ સુંગધી હોય છે અને તેમાં કેટલાક તત્વ હોય છે, જે ત્વચામાં નિખાર લાવવાનું કામ કરે છે. ચંદનનું ફેશપેક લગાવવાથી ડાઘ દૂર થાય છે. અને તમારી ત્વચામાં નિખાર આવે છે.

૧. જો તમે તમારી ત્વચાને સુંદર બનાવવા ઈચ્છો છો તો ચંદન પાવડરને કાચા દૂધ સાથે મિકસ કરી તમારા ચહેરા પર લાગવો. જ્યારે તે સૂકાઈ જાય તો તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેશપેકને લગાવ્યા બાદ તમારી ત્વચા સ્વસ્થ અને ચમકતી દેખાશે.

૨. ડ્રાઈ સ્કિન માટે આ ફેશપેક ફાયદાકારક છે.  તમારા ચહેરાના ડાઘ-ધબ્બાને દૂર કરવા માટે ચંદન પાવડરમાં બદામની પેસ્ટ મિકસ કરી તમારા ચહેરા પર લગાવો. અડધા કલાક બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.

૩. ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ચંદન પાવડરમાં હળદર મિકસ કરી પેસ્ટ બનાવી લો. હવે તેમાં પોતાના ચહેરા અને ગરદન પર લગાવી સૂકાવા દો. ત્યારબાદ તેને નવશેકા પાણીથી ધોઈ લો. આ પેસ્ટ લગાવવાથી તમારા ચહેરામાં નિખાર આવશે અને ખીલની સમસ્યા પણ દૂર થઈ જશે.

(11:30 am IST)