Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

શરીરના દુઃખાવાને દૂર કરે છે આ બામ

દોડધામભર્યા આ જીવનમાં સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ નાની-મોટી સમસ્યા થવી એ સામાન્ય વાત છે. જેમાંથી શરીરના કેટલાક ભાગમાં દર્દનું કારણ કામનું ભારણ, તાવ-શરદી, વધારે મહેનત અથવા માંસપેશીઓમાં ખેંચાણ હોય છે. આ દુઃખાવાને દૂર કરવા તમે ઘરે બામ બનાવી તેનો ઉપયોગ કરી શકો છો. તો જાણી લો ઘરે બામ બનાવવાની અને ઉપયોગ કરવાની રીત.

સામગ્રી :

મીણ-૩ ચમચી, નારિયેળ તેલ- ૩ ચમચી, શીયા બટર-૩ ચમચી, પિપરમેન્ટ ઓઈલ,  લવન્ડર ઓઈલ

બનાવવાની રીત :

બામ બનાવવા માટે મીણ, નારિયેળ તેલ અને શિયા બટરને ઓગાળી લો. જ્યારે તે વ્યવસ્થિત ઓગળી જાય તો થોડીવાર ઠંડુ થવા માટે રાખો.

ઠંડુ કર્યા બાદ તેમાં ૨૦ ટીપા પિપરમેન્ટ ઓઈલ અને ૧૫ ટીપા લવન્ડર ઓઈલના મિકસ કરો. હવે આ મિશ્રણને ફ્રિઝમાં રાખી દો.

ઘર પર સરળતાથી તૈયાર કરવામાં આવતુ આ બામ શરીરના કોઈ પણ ભાગના દુઃખાવાથી છુટકારો અપાવે છે. બામમાં રહેલ નારિયેળ તેલ શરીરની અંદર જઈ ઠંડક પહોંચાડી દર્દને દૂર કરે છે.

વધારે તનાવ અને આખો દિવસ દોડધામના કારણે માથાનો દુઃખાવો, કમર, પીઠ અથવા પગમાં દર્દ છે, તો આ બામને ગરમ કરી ૫ મિનીટ સુધી હળવુ મસાજ કરવું તેનાથી તમારો દુઃખાવો દૂર થઈ જશે.

(11:30 am IST)