Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

હનુમાનજીની જેમ ઊડીને ૩પ કિલોમીટરની ઇંગ્લિશ ચેનલ પાર કરી આ ફ્રાન્સના સંશોધકે

પેરીસ તા. ૬: રામાયણમાં અફાટ દરિયાને પાર કરીને હનુમાનજી લંકામાં અશોકવાટિકામાં બેઠેલાં સીતાજી પાસે રામનો સંદેશો લઇને પહોંચી ગયા હતા. કહેવાય છે કે કોઇ જ સાધન વિના તેઓ છલાંગ મારીને હવામાં ઊડીને દરિયો પાર કરી ગયા હતા. ફ્રાન્સના સંશોધક ફ્રેન્કી ઝપાટાએ પણ હનુમાનજીને મળતું આવતું કારનામું કર્યું છે, પણ એમાં જેટ દ્વારા સંચાલિત હોવરબોર્ડની મદદ લેવાઇ છ.ે. તેમણે જેટ સંચાલિત હોવરબોર્ડ પર સફળ કરીને ઇંગ્લિશ ચેનલ પાર કરવામાં સફળતા મેળવી છે. આ પહેલાં ગયા મહિને પણ એક વાર ફ્રેન્કીએ આ સ્ટન્ટ કર્યો હતો પણ કામિયાબી નહોતી મળી. રવિવારે એટલે કે ચોથી ઓગસ્ટે સવારે સવા છ વાગ્યે તેણે ફ્રાન્સના નોર્થ સાઇડના પટ સંગેટથી હોવરબોર્ડ પરથી શરૂઆત કરી હતી અને ચેનલ પાર કરીને ડોવરના સેન્ટ માર્ગારેટ બીચ પર ઉતરાણ કર્યું હતું. ૪૦ વર્ષના ફ્રેન્કીએ ૩પ કિલોમીટરની ઉડાન બાવીસ મિનિટમાં પૂરી કરી હતી. વચ્ચે ફલાયબોર્ડની મેકિસમમ ગતિ ૧૭૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી.

ફ્રેન્કી ઝપાટાએ આ મશીન ત્રણ વર્ષ પહેલાં બનાવવાનું શરૂ કરેલું. ફ્રેન્કી આ પહેલાં જેટ-સ્કી ચેમ્પિયન રહી ચૂકયા છે. ૩પ મિલોમીટરની હવાઇ સફર દરમ્યાન બેકપેકમાં ઇંધણ ફરીથી ભરવામાં ગરબડ થઇ હતી. બેકપેકમાં ઇંધણ તરીકે કેરોસીન વાપરવામાં આવે છે અને વચ્ચે રીફયુઅલિંગ માટે બોટમાં લેન્ડિંગ પણ કરવુ પડે છે.

(3:15 pm IST)