Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ગર્ભવતી મહિલાઓ પાસે ન જાય સ્મોકર્સ

નવી દિલ્હી તા ૬ : સ્મોકિંગ ન કરતા હોય પરંતુ સ્મોકર્સના સહવાસમાં રહેતા હોય તેમને પેસિવ સ્મોકર્સ ગણાવાય છે. સિગારેટ સ્મોકિંગ કરનારાઓ જેટલું જ જોખમ તેમના સહેવાસમાં રહેનારાઓ વહન કરતા હોય છે. આવામાં નવજાત બાળક હોય એવા ઘરમાં જો કોઇ સ્મોક કરતુંહોય તો બાળકની મમ્મી બ્રેસ્ટફીડછંગ જલદી છોડી દે એવી શકયતાઓ વધુરહેલી છે. બ્રેસ્ટફિડીંગ મેડિસિન જનર્લમાં પ્રકાશિત કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે કે ઘરેલું સ્મોકર્સની બ્રેસ્ટ.ીડિંગની આદત પર નકારાત્મક અસરોપડી શકે છે.કેનેડા સ્થિત બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રોફેસર અને અગ્રણી લેખક મેરી ટારન્ટે જણાવ્યું હતું કે સંયુકત પરિવારમાં જયાં સ્મોકિંગ કરાતું હોય ત્યાં બાળકને બ્રેસ્ટફીડ કરાવવાનો સમય ઘટી જાય છે.સંશોધનમાં જણાયું હતું કે અભ્યાસ હેઠળ આવરી લેવાયેલી નવજાત બાળકની મમ્મીઓમાંંથી એક-તૃતીયાંશ કરતા વધુ મહિલાઓના પરિવારમાં તેમના પાર્ટનર્સ કે અન્ય કોઇ સદસ્યસ્મોકર્સ છે. નવજાત બાળકના પિતા જ જો સ્મોક કરતા હોય તો એવા સંજોગોમાં બ્રેસ્ટફિડિંગ ઓછુ પસંદ કરાતું હોય છે.અભ્યાસમાં જણાયું હતું કે સિગારેટમાં રહેલુ નિકોટીન ર્રેસ્ટમિલ્કમાં તઇને બાળકના શરીરમાં પહોંચે છે. નિકોટીનને કારણે બ્રેસ્ટમિલ્કના પ્રમાણમાં ઘટાડો થાય છે.

(3:56 pm IST)