Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

પૈસા બચાવવા માટે નદીમાં કાર ધોવા જતા પાણીમાં તણાઈ ગઈ

લંડન, તા. ૬ :. યુઆન એટલે કે લગભગ બસો રૂપિયા ખર્ચાશે એને બદલે નદીના કિનારે આવેલા છીછરા પાણીમાં જ કાર ઝબકોળી દઈશ તો કામ સસ્તામાં પતશે. જો કે તેનુ નસીબ ખરાબ કે જે ઘડીએ એ નદીના છીછરા કિનારે કાર લઈને ઉતર્યો એ જ વખતે નદીના ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી અચાનક જ પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો અને તેની પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. લેન્ડ રોવર સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ ધરાવતા એક ચાઈનીઝ ભાઈને ૨૦૦ રૂપિયા બચાવવા જવાની ચીંગુસાઈ ભારે પડી ગઈ. ડુજિઆન્ગ્યાન શહેરના ફાયર સર્વિસ ડીપાર્ટમેન્ટે ગયા અઠવાડિયે એક માણસને નદીમાં તણાતો બચાવ્યો હતો. આ ભાઈ તેની લેન્ડ રોવર કારને ધોવા માટે નદી કિનારે આવ્યા હતા. તેને હતુ કે જો કાર-વોશ માટે કંપની પાસે જઈશ તો વીસ યુઆન એટલે કે લગભગ બસો રૂપિયા ખર્ચાશે એને બદલે નદીના કિનારે આવેલા છીછરા પાણીમાં જ કાર ઝબકોળી દઈશ તો કામ સસ્તામાં પતશે. જો કે તેનુ નસીબ ખરાબ કે જે ઘડીએ એ નદીના છીછરા કિનારે કાર લઈને ઉતર્યો એ જ વખતે નદીના ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી અચાનક જ પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો અને તેની કાર અડધાથી વધુ જેટલી ડૂબી ગઈ. અચાનક વધી રહેલા પાણીમાં કાર સાથે માણસને તણાતો જોઈને કિનારે ઉભેલા કેટલાક લોકોએ ફાયર-ફાઈટર ડિપાર્ટમેન્ટને જાણ કરી. તરત જ રેસ્કયુ ટીમ આવી અને ડ્રાઈવર તેમ જ કાર બન્નેને બહાર કાઢવામાં આવી. આ ભાઈને બહાર કાઢવાની જહેમતનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો જે હાલમાં વાઈરલ થઈ ગયો છે.

(3:52 pm IST)