Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

વિશ્વની સૌથી મોટી કાકડી ઉગાડવા માટે આ ભાઇ રોજ ત્રણ કલાક સંભળાવે છે સિખ મૂળમંત્ર પ્રાર્થના

લંડન, તા.૬: ઇંગ્લેન્ડના ડર્બી શહેરમાં રહેતા ૭પ વર્ષના રાઘબીર સિંહ સંઘેરા નામના દાદા વિશ્વની સૌથી કાકડી ઉગાડવા મથી રહ્યા છે. એ માટે દાદા દિવસમાં ત્રણ કલાક આ કાકડીના વેલા સામે બેસીને પ્રાર્થના કરે છે. અત્યાર સુધીમાં આ કાકડી પ૧ ઇંચ એટલે કે ૧૨૯.પ૨ સેન્ટિમીટર લાંબી થઇ ચૂકી છે. કાકડીનો ગ્રોથ સારો થાય એ માટે સિખદાદા પાણી અને ખાતર પૂ રું પાડવામાં કોઇ કસર નથી રાખતા. એ ઉપરાંત રોજ સવારે તેઓ વેલા પાસે બેસીને સિખ ધર્મના મૂળમંત્રનું રટણ દિવસમાં ત્રણ કલાક માટે કરે છે. તેઓ આ કાકડી પાસે બેસી શકે એ માટે ખાસ સીટ પણ બનાવી છે. દાદા લિટરલી બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા નજરે પડે છે.

રઘુબીર સિંહ છેલ્લાં ૧૩ વર્ષથી તેમના ઘરના વરંડામાં શાકભાજી અને ફળો ઉગાડે છે. બ્રિટન જઇને વસતા પહેલાં તેઓ ભારતમાં હતા અને અહીં તેઓ ખેતી કરતા હતા. તાજેતરમાં વિશ્વની સૌથી લાંબી કાકડીનો રેકોર્ડ ૧૦૭ સેન્ટિમીટરનો છે. આમ જોવા જઇએ તો ઓલરેડી સિખભાઇની કાકડી મોટી થઇ ચૂકી છે, પરંતુ તેમણે જે પ્રજાતિની કાકડી ઉગાડી છે એ કદાચ લાંબી કાકડીની રેસમાં ગિનેસ દ્વારા માન્ય નથી.

(3:52 pm IST)