Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

મિઝોરમમાં રહે છે વિશ્વનો સૌથી મોટો પરીવાર

ઘરના ૮૧ સભ્ય ૧૦૦ રૂમના મકાનમાં એક સાથે એક છત નીચે રહે છે :ચોખા ૪૦ કિલો, ૪૦ મરધી, ૨૪ કિલો દાળ, ૫૦ કિલો શાકભાજી એક દિવસમાં વપરાઇ જાય છે

મિઝોરમ, તા.૬: પરિવારમાં લગ્ન હોય તો દોઢ સો લોકોનું જમવાનું બનાવું અને જમાડવા ખૂબ જ મોટું કામ મનાય છે. પરંતુ જો કોઇ પરિવારમાં દરરરોજ જાનને જમાડાતું ખાવાનું બને તો તેની કલ્પના કરવી ખરેખર મુશ્કેલ છે. મિઝોરમમાં દુનિયાનો સૌથી મોટો પરિવાર રહે છે. આ દ્યરના ૧૮૧ સભ્ય ૧૦૦ રૂમના મકાનમાં એક સાથે એક છત નીચે રહે છે.

મોંદ્યવારીના આ દોરમાં જયારે ચાર પાંચ સભ્યોવાળા પરિવારનું પાલનપોષણ કરવું એક મોટો પડકાર હોઇ શકે છે, તો જિઓના ચાના પોતાની ૩૯ પત્નીઓ, ૯૪ બાળકો, ૧૪ વહુઓ, અને ૩૩ પૌત્ર-પૌત્રીઓ સિવાય એક નાનકડા પૌત્રની સાથે પ્રેમથી રહે છે.

પોતાના દીકરાની સાથે કાર્પેન્ટરનું કામ કરનાર જિયોના ચાનનો પરિવાર મિઝોરમમાં ખૂબસુરત પહાડોની વચ્ચે આવેલા બટવંગ ગામમાં એક મોટા મકાનમાં રહે છે. મકાનમાં કુલ ૧૦૦ રૂમ છે. જિયોના દુનિયાના આ સૌથી મોટા પરિવારનો મુખ્યા હોવા પર ગર્વ મહેસૂસકરે છે.

દરરોજની જરૂરિયા છે ૪૦ મરઘી સામાન્ય પરિવારના મહિનાનું રાશન જિઓનાનો પરિવાર એક દિવસમાં ખાઇ જાય છે. ચોખા ૪૦ કિલો, ૪૦ મરદ્યી, ૨૪ કિલો દાળ, ૫૦ કિલો શાકભાજી એક દિવસમાં વપરાઇ જાય છે. જો પરિવારનું મન બીફ ખાવાનું હોય તો દિવસમાં ૧૦ મોટા પ્રાણી તો જોઇએ જ. ડાઇનિંગ હોલમાં ૫૦ ટેબલ લાગેલા છે. જો કે કિચન ખૂબ નાનું છે. જિયોનાની પત્નીઓ ખાવાનું બનાવે છે તો દીકરીઓ દ્યરનું કામ કરે.

પોતાને મહારાજા સમજે છે. જિઓના પોતાને કોઇ કિંગથી કમ સમજતા નથી. આ જ કારણ છે કે તેમના ગ્રાઉન્ડ ફ્લોર પર પોતાની કેટલીય ભવ્ય તસવીરો લગાવામાં આવી છે. જો કે ૩૯ પત્નીઓને સંભાળનાર વ્યકિત ખરેખર અનોખો છે. જિઓનાના જમવાના ટેબલ પર પોતાની સૌથી યુવા પત્નીઓની સાથે બેસે છે. વૃદ્ઘ પત્નીઓ તેનાથી દૂર-દૂરના ભાગમાં બેસે છે. વૃદ્ઘ પત્નીઓ પોતે જ યુવા પત્નીઓ માટે રસ્તો ખાલી કરી દે છે. જિઓનાની સૌથી યુવા પત્ની ૩૩ વર્ષની સિમથાંગી છે. તેની સાથે તેમના લગ્ન ૨૦૦૦માં થયા હતા. તમામ પત્નીઓ ૧૦૦ રૂમમાં બનેલા ૫ ડોરમેટ્રીમાં સૂએ છે. જિઓનાની પાસે કિંગ સાઇઝ ડબલ બેડનો રૂમ છે. જેમાં તેઓ પોતાની સાથે સૂવા માટે દરરોજ એક પત્ની પસંદ કરે છે. આટલી ઉંમર થયા બાદ પણ તેઓ કહે છે કે જો ભગવાનની મરજી થઇ તો ફરી લગ્ન કરશે.

(3:36 pm IST)