Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

યોગ કરો અને સલાડ પણ આરોગોઃ પાણી- જ્યુસ- સલાડ લેવાથી પાચનશક્તિ બને છે મજબૂત

યોગ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી લોકો જીમ જઈને કસરત કરે છે. જે લોકો કસરત નથી કરી શકતા તેના માટે યોગ ખૂબ જ ફાયદાકારક હોય છે. યોગ કર્યા બાદ આ વસ્તુઓનું સેવન કરવાથી બમણો લાભ મળે છે.

પાણી

યોગ કર્યાના થોડીવાર પછી પાણી પીવુ ખૂબ જ જરૂરી છે. શરીરને હાઈડ્રેશન પ્રદાન કરવાથી શરીરમાં રહેલ ઝેરીલા તત્વ બહાર નીકળી જાય છે. સાદા પાણી સિવાય તમે લીંબુ પાણી અથવા નારિયેળ પાણીનું સેવન પણ કરી શકો છો.

જ્યુસ

ફળના જ્યુસમાં વિટામીન અને મિનરલ્સ  શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત જ્યુસ પીવાથી બીમારીઓ સામે લડવાની ક્ષમતા પણ મજબુત બને છે. યોગ પછી સંતરા અથવા મિકસ ફ્રુટ જ્યુસ પીવાથી કિડનીમાં પથરી થવાની સમસ્યા ઓછી થઈ જાય છે.

વેજીટેબલ સલાડ

 સલાડનું સેવન કરવાથી પાચનશકિત મજબુત થવા લાગે છે. આ ઉપરાંત હાઈ ફાઈબર ફુડ્સ વજન ઓછો કરવાનું પણ કાર્ય કરે છે.

(11:05 am IST)