Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેરમાં પૂરના કારણોસર અનેક મકાનોમાં પાણી ભરાયા:50હજારથી વધુ લોકોના જનજીવન પર અસર થઇ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડની એ તેની આસપાસના વિસ્તારોમાં પૂરને કારણે અનેક મકાનોમાં પાણી ભરાઇ ગયા છે અને ૫૦,૦૦૦થી વધુ લોકોને અસર થઇ છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સ્ટેટ ઇમરજન્સી સર્વિસ મેનેજર એશલે સુલિવનના જણાવ્યા અનુસાર સિડની વિસ્તારમા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે પાણીમાં ફસાયેલા ૧૦૦થી વધુ લોકોને બચાવ્યા હતાં. ૫૦ લાખની વસ્તી ધરાવતા સિડની છેલ્લા ૧૬ મહિનામાં ચોથી વખત પૂર આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક ડેમોમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય સરકારે સ્થાનિક સરકાર હેઠળ આવતા ૨૩ વિસ્તારોમાં ઇમરજન્સીની જાહેરાત કરી હતી. સરકાર પૂર અસરગ્રહસ્તો માટે નાણાકીય મદદની પણ જાહેરાત કરી છે. ન્યૂ સાઉથ વેલ્સના પ્રિમિયર ડોમિનિક પેરેટોટે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને તેમના ઘરો છોડીને સુરક્ષિત સ્થળે જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પૂરને કારણે ૫૦,૦૦૦ લોકોને અસર થઇ છ. જેમાંથી ૩૨,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમણે લોકોને સચેત રહેવાની ચેતવણી આપી છે.

(5:38 pm IST)