Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ઇંડોનેશિયામાં પ્લાસ્ટિકના કચરાથી બચવા પ્રયાસો કરી રહી છે વિઝનેસ બહેનો

નવી દિલ્હી: મેલાતી અને ઈસાબેલ વિઝસેન છે તેમણે ઇન્ડોનેશિયાને પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરવા માટે અભિયાનની શરૂઆત કરી હતી. મેલાતી જણાવે છે કે મોનસૂનની સિઝન આવતા અહીં સમુદ્ર કિનારે ભારે માત્રામાં પ્લાસ્ટિકનો કચરો એકઠો થઈ જાય છે. વખતે કોરોના વાઈરસના કારણે સમસ્યા વધુ ગંભીર થઇ ગઈ છે. ઘરે રહેવાના નિર્દેશો અને ડિસ્ટન્સિંગ દરમિયાન કામમાં સક્રિય રહેવું મુશ્કેલ રહ્યું. પણ જો અમે કામ અટકાવી દીધું હોત તો વર્ષોની મહેનત એળે જતી રહી હોત. મેલાતી જણાવે છે કે કોરોનાના લીધે સુરક્ષાથી માંડીને પેકેજિંગ સુધી દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે. એવામાં આપણે વધારે મહેનત કરવાની જરૂર છે. બંને બહેનો સરકાર અને લોકોને અપીલ કરે છે કે જેવી લડાઈ વાઇરસ વિરુદ્ધ લડાઈ રહી છે, એવી રીતે ક્લાઈમેટ ચેન્જ માટે પણ પ્રયાસો કરવા જોઈએ.

(6:26 pm IST)