Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

હવાથી પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ:વૈજ્ઞાનિકોએ જાહેર કરી ચેતવણી

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણ પર શોધ ચાલી રહી છે. વચ્ચે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ હવા મારફતે પણ ફેલાઈ શકે છે. તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થા પર મામલે જોખમથી બચવા માટે ચેતવણી જાહેર નહીં કરવાનો આક્ષેપ કર્યો છે.

             વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, અનેક સ્ટડીમાં વાત સામે આવી છે કે હામાં કોરોના વાયરસ લાંબા સમય સુધી રહી છે શકે છે. એકટલે ઈન્ડોરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા છતાં પણ સંક્રમિત વ્યક્તિ અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે. ઓસ્ટ્રેલિયાની ક્વીંસલેન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટીના પ્રોફેસર લિડિયા મોરોવસ્કોએ જણાવ્યું કે, અમને વાત પર 100 ટકા વિશ્વાસ છેતેમણે વિશ્વ આરોગ્ય સંસ્થાને પત્ર લખીને જોખમ પ્રત્યે લોકોને આગાહ કરવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કર્યો છે. તેમના પત્ર પર 32 દેશોના 239 શોધકર્તાઓએ હસ્તાક્ષર કર્યા છે.

(6:26 pm IST)