Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

Face Maskના ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

કોવિટ-૧૯ના યુગમાં ફેસ માસ્ક આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે, જ્યારે માસ્ક પહેરવા, મોજા પહેરવા અને સેનિટાઈઝરનો ઉપયોગ સલામતીને ધ્યાનમાં રાખીને ફરજિયાત બની ગયો છે. કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. ચેપથી બચાવવા માટે માસ્ક આવશ્યક છે. આ ઉપરાંત, માસ્કનો ઉપયોગ વાયરસના ફેલાવાને મર્યાદિત અને ઘટાડી શકે છે. જો કે,આપણે ફેસ માસ્ક પહેરવાની સંભવિત આડઅસરને પણ ધ્યાનમાં રાખવી જોઈએ, જેમ કે લાંબા સમય સુધી લોકોએ ફેસ માસ્ક પહેરવાનું હોય છે, તેઓને ત્વચાની સમસ્યા પણ હોય છે અને ઘણા બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમ કે શ્રાસ લેવામાં તકલીફ, ત્વચામાં બળતરા, પરસેવો થવો અને થોડુંક બંધાયેલ લાગવું.

ચહેરાના માસ્કથી કઈ-કઈ આડઅસર થઈ શકે છે, ચાલો જાણીએઃ

નાક નજીક ફોલ્લીઓ અથવા લાલાશ : માસ્ક લાંબા સમય સુધી ઉપયોગથી નાકમાં અને કાનની પાછળના ભાગમાં ચાંદા પડી જાય છે, કારણ કે સ્થિતિસ્થાપક દબાણ આ વિસ્તારોને નુકશાન પહોંચાડવાનું શરૂ કરે છે.

ત્વચા પર ખંજવાળ, સોજો અથવા લાલ ફોલ્લીઓ. ખીલની સમસ્યા છે. માસ્કના લાંબા ગાળના ઉપયોગથી શ્રાસ લેવામાં તકલીફ થાય છે. જેના પરિણામે શ્રસને સમસ્યાઓ અથવા ફેફસાની સમસ્યાની થાય છે.

હવે જાણો કેવી રીતે ચહેરાના માસ્કની આડઅસરથી પોતાને બચાવવા ?

કેલીક સરળ ટીપ્સનું પાલન કરીને તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

ખીલ અને ત્વચાની સુકવણી ન થાય તે માટે પુષ્કળ પાણી પીવો. તાજા ફળ અને  શાકભાજી ખાઓ.

જો તમારી ત્વચા પર ફોલ્લીઓ છે, તો કોઈપણ પ્રકારના ફેસ પેક અથવા કેમિકલનો ઉપયોગ ન કરો.

જો તમારી ત્વચામાં તૈલી હોય તો નિયમિત અંતરાલો પર ચહેરો ધોઈ લો.

તમારા ચહેરાને સતત સ્પર્શ કરશો નહિં, તે માત્ર રોગ ફેલાવી શકતો નથી પરંતુ, તે જંતુઓ પણ ફેલાવી શકે છે, જેનાથી ત્વચામાં ચેપ લાગી શકે છે.

તમારા કાનની આજુબાજુના વિસ્તારને નિયમિતરૂપે ધોઈ અને મોઈશ્ચરાઈઝર કરો.

વાયરસથી બચવા માટે ફેસ માસ્ક પહેરવો જરૂરી છે. કેટલાક સમય માટે તમારે તમારી સલામતી પર ધ્યાન આપવાની જરૂર છે. બુદ્ધિ સાથે લેવામાં આવેલ દરેક પગલું તમારા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. તેથી જ ફેસ માસ્કનો ઉપયોગ કરો.

(9:46 am IST)