News of Friday, 6th July 2018

સુરજની ચારે બાજુ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા અને આંખ જેવા આકારનું નિર્માણ થયું: લોકોઅે આ ઘટનાને ભગવાનની આંખ ગણાવીઃ ચીનમાં અદભુત નજારો જોવા મળ્યો

બેઈજિંગ: આકાશમાં ઘેરાયેલા વાદળો વચ્ચે ક્યારેક આપણને કોઈ આકૃતિ નજરે ચડતી હોય છે. ક્યારેક ઝાડ, તો ક્યારેક કોઈ જાનવર કે પછી ઈન્સાનની આકૃતિ જોવા મળી જતી હોય છે. ચીનના મંગોલિયામાં આકાશમાં એક અદભૂત નજારો જોવા મળ્યો. હકીકતમાં સૂરજની ચારેબાજુ વાદળા ઘેરાયેલા હતાં અને એવો આકાર બની રહ્યો હતો જાણે તે આંખ હોય. 

25 જૂનના રોજ આકાશમાં જોવા મળેલી આ આકૃતિનો સ્થાનિક લોકોએ વીડિયો બનાવી લીધો અને ત્યારબાદથી હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકો તેને 'ભગવાનની આંખ' ગણાવી રહ્યાં છે. 

(6:16 pm IST)
  • મહારાષ્ટ્ર સરકારે પત્રકારની પેન્શન યોજના માટે ૧૫ કરોડ રૂપિયા ફાળવ્યા access_time 11:24 pm IST

  • વડોદરા : 11 બેન્કોને 2654 કરોડનો ચૂનો લગાડવાના મામલે સીબીઆઈ દ્વારા બેન્ક ઓફ ઇન્ડિયા વડોદરા ઝોનલના તત્કાલીન AGM અને DGMને ઝડપી લેવાયા : કાલે કોર્ટમાં રજૂ કરાશે : આ મામલે આગાઉ DPILના માલિક ભટનાગર બંધુ સહીત ત્રણની ધરપકડ થઇ ચુકી છે access_time 8:48 pm IST

  • ખિસ્સાવાળા જેકેટમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્શોની સુરતના મહિધરપુરાથી ધરપકડ :બંને દમણથી ખિસ્સાવાળા જેકેટમાં દારૂની બોટલ લાવ્યા હતા :જેકેટ ઉપરાંત પગમાં પણ સેલોટેપ મારીને દારૂની બોટલો સંતાડીને લાવ્યા હતા.:આ બંને પાસેથી 96 જેટલી દારૂની બોટલ શરીર પરથી પોલીસે કબજે કરી access_time 1:34 am IST