Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ન્યુઝીલેન્ડમાં મળ્યું ૭૦૦ વર્ષ જૂનું ગામ

ઓકલેન્ડ તા. ૬ :.. પુરાતત્વવિદોને ન્યુઝીલેન્ડમાં ખોદકામ દરમ્યાન ૧૪મી સદીનું આખું ગામ મળી આવ્યું છે. માઓરી નામના ગામ પાસે ર.પ મીટર ઊંડે ખોદકામ કરતાં લગભગ ૭૦૦ વર્ષ જૂના ગામના અવશેષો મળ્યા છે. એમાં એ જમાનામાં વપરાતાં પથ્થરના સાધનો અને કેટલીક ખાદ્યચીજો પણ મળી છે. પથ્થર અને હાડકાંને ઘસીને બનાવેલો માછલી પકડવાના કાંટા તેમજ પથ્થરના વાસણો પણ જોવા મળ્યા હતાં. એક પથ્થરના પોટમાં ઓલિવ ઓઇલનાં અવશેષે પણ છે. ન્યુઝીલેન્ડની ઓટેગો યુનિવર્સિટીના પ્રોફેસરનું કહેવું છે કે આ ગામના અવશેષો ૧૩૦૦ ના દાયકામાં માનવોની જીવનશૈલી અને સંસ્કૃતિ કેવી હશે એ સમજવા માટે બહુ જ મહત્વપૂર્ણ છે.

(11:47 am IST)