Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

દરવાજે અન્ડરવેઅર્સ સૂકવીને આખું ગામ કરી રહ્યું છે અનોખો વિરોધ

ઇંગ્લેન્ડની ડેવન કાઉન્ટીમાં આવેલું કોલિટન નામનું ગામ બળવો કરવા માટે થઇને પોતપોતાના ઘરની બહાર અન્ડરવેઅર્સ અને ટુંકા કપડાં સૂકવે છે. વાત એમ છે કે ગામમાં રહેતી કલેર માઉન્ટજોય નામની એક મહિલાને કોઇ અજાણી વ્યકિતનો પત્ર મળ્યો હતો જેમાં લખ્યું હતું કે 'ઘરની બહાર ટૂંકાં કપડાં સૂકવવાનું એ શિષ્ટતાની નિશાની નથી. ટૂરિસ્ટો અને સહેલાણીઓ ગામમાંથી પસાર થાય ત્યારે તેમની પર આ ગામની ઇમ્પ્રેશન કેવી  ખરાબ પડતી હશે?' કલેરમેડમને મળેલા આ પત્રની વાત વાયુવેગે આખા ગામમાં ફેલાઇ ગઇ. ગામમાં ચર્ચા શરૂ થઇ કે કપડાં પોતાનાં ઘરની બહાર તડકામાં સૂકવવાં એ વળી અસભ્યતાની નિશાની કેવી રીતે કહેવાય ? એટલે બધાએ પેલા નનામા પત્રનો વિરોધ કરવા માટે થઇને પોતપોતાના ઘરની બહાર તોરણિયાં લટકાવ્યા હોય એમ અન્ડરવેઅર્સ અને ટૂંકા કપડા સૂકવવાનું શરૂ કરી દીધું. કલેરમેડમને આવો પત્ર ઘણાં વર્ષો પહેલાં મળ્યો હતો, પરંતુ હવે દર વર્ષે ચોકકસ દિવસો દરમ્યાન આખું ગામ પોતાના ઘરના મુખ્ય બારી-બારણાં સામે અન્ડરવેઅર્સ સૂકવીને વિરોધ કરે છે.

(11:29 am IST)