Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કેકની કલાકારી

રશિયાની એલીના ગુટ નામની ૩૧ વર્ષની પેસ્ટ્રી શેફ તેની આર્ટને કારણે ઇન્ટરનેટ પર ખુબ ફેમસ છે. એકદમ આર્ટિસ્ટિક સ્કલ્પચર જેવી દેખાતી આ આર્ટ હકીકતમાં કેક છે. એલીનાને કોઇ પણ પ્રસંગને અનુરૂપ કેક બનાવવાનું ગમે છે. તેની આર્ટમાં ફૂલો, પાંદડાં અને જે-તે વ્યકિતના ચહેરા એકદમ જીવંત હોય એવું દેખાય છે. એલીનાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગભગ દર અઠવાડિયે આવી એક નવી કેકની ડિઝાઇન જોવા મળે છે. એનો ટેસ્ટ કેવો છે એના કોઇ રિવ્યું નથી મળ્યા, પરંતુ એને બાહ્ય સંદરતા જ એટલી અદભુત છે કે મોટા ભાગના લોકો એ ખરીદ્યા પછી ખાવાને બદલે પ્રિઝર્વ કરીને સજાવી રાખવાનું પસંદ કરે છે.

(11:29 am IST)