Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

બે આંગળી પર પુશ-અપ્સ

આર્મેનિયામાં રહેતા ૨૯ વર્ષના નારેક હાકોબ્યાન નામના યુવકે વર્કઆઉટ કરતો એક વીડિયો અપલોડ કર્યો છે. એમાં તે એક કબાટ પર પોતાના બે પગ ટેકવીને હેન્ડસ્ટેન્ડ કરે છે. જો કે એ પછી એક હાથ ઊંચકી લે છે અને જમણા હાથનો અંગૂઠો અને પહેલી આંગળીના સહારે આખા શરીરનું વજન ઝીલીને પુશ-અપ્સ કરે છે. માત્ર બે જ આંગળી પર તે ચાર પુશ-અપ્સ કરે છે, પણ આ વીડિયો ફિટનેસપ્રેમીઓમાં જબરો વાઇરલ થઇ ગયો છે.

(11:29 am IST)