Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

થ્રેડીંગ કર્યા બાદ ખીલ થાય છે?

થ્રેડીંગ તમારા ચહેરાને આકાર આપવાનું કામ કરે છે. જો આઈબ્રો શેપમાં ન હોય તો આખો ચહેરો જ અજીબ લાગે છે. પરંતુ, અમુક મહિલાઓની ત્વચા ખૂબ જ સેંસેટીવ હોય છે અને થ્રેડીંગ કર્યા બાદ તેના ચહેરા પર ખીલ થઈ જાય છે. જો તમને પણ આ સમસ્યા છે તો અપનાવો આ ઉપાય.

થ્રેડીંગ કર્યા બાદ ત્વચામાં થતી બળતરાથી રાહત મેળવવા માટે ટોનર લગાવીને આઇબ્રો પર બરફ લગાવો. તમે ગુલાબજળથી પણ ચહેરો ધોઈ શકો છો. તેનાથી થ્રેડીંગ દરમિયાન થયેલ ઘા (ચીપટી)થી રાહત મળશે અને સાથે ખીલની સમસ્યા પણ નહિં થાય.

જો તમારી ત્વચા સેંસેટીવ છે તો  થ્રેડીંગ કરાવ્યા બાદ ઓછામાં ઓછા ૧૨થી ૨૪ કલાક સુધી થ્રેડીંગ કર્યું હોય તે જગ્યાને અડવુ નહિં. આઇબ્રોને વારંવાર અડવાથી ખીલ અને ફોલ્લી થવાની સંભાવના વધી જાય છે.

ઉપરાંત તમારા આઈબ્રો અને તેની આસપાસના ભાગમાં ઓછામાં ઓછા ૧૨ કલાક સુધી કોઈ પણ કેમિકલ્સયુકત બ્યુટી પ્રોડકટનો ઉપયોગ ન કરવો. તેનાથી ત્વચા પર સાઈડ ઈફેકટ થઈ શકે છે.

(9:33 am IST)